www.nagar-setu.com ! info@nagar-setu.com
You can send any kind of your news to get uploaded at this website, like as engagement / marriage of your son / daughter, success in examinations, achievements in sport or in other activity, transfer/promotion in job etc.
નાગર સેતુ વેબસાઇટના આ હાટકેશજન પેજ ઊપર આપ કોઇપણ જાતના સમાચારો મુકી શકો છો. આપના પુત્ર અથવા પુત્રીની સગાઇ કે લગ્ન, નોકરીમાં બઢતી કે બદલી. આપના દ્વારા કોઇ ક્ષેત્રમાં સિધ્ધિ હાંસલ કરવામાં આવેલ હોય તો આ વેબસાઇટ મારફતે આપ સમગ્ર વિશ્વમાં વસતા જ્ઞાતિજનો સુધી વિગત પહોંચાડી શકશો.
સમસ્ત નાગર બ્રાહ્મણ જ્ઞાતિજનોને વિનંતી છે કે, નાગર સેતુ તરફથી જ્ઞાતિ વિષયક સમાચારો વેબસાઇટ પર મૂકવામાં આવે છે જેથી આ નિઃશુલ્ક સેવાનો લાભ લેવા અને આપના તરફથી યોજવામાં આવતા જ્ઞાતિ વિષયક કાર્યક્રમોની વિગતો વખતો વખત મોકલી આપવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે મોબાઇલ નંબર ૯૮૨૫૪-૬૧૬૧૬ પર સંપર્ક કરવા વિનંતી છે.
નાગર સેતુ વેબસાઇટ પર નાગર જ્ઞાતિના લગ્નવાંચ્છુક યુવક યુવતીઓના બાયોડેટા મુકવામાં આવેલ છે. અમુક બાયોડેટા ઘણાં લાંબા સમયથી ઉમેદવારો તરફથી અપડેટ કરવામાં આવેલ નથી. આથી તમામને જણાવવામાં આવે છે કે, આપની તાજેતરની માહિતી તુરત જ અમોને મોકલી આપશો. અન્યથા આપની વિગતો અમારે સઃખેદ વેબસાઇટ પરથી રદ કરી નાખવામાં આવશે. આ વેબસાઇટ પરની તમામ સેવાઓ નિઃશુલ્ક છે અને તેનો વધુમાં વધુ જ્ઞાતિજનોને લાભ મળે તે ઇચ્છનીય છે તેથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે હેતુસર ઉપલબ્ધ વિગતો અપડેટ હોય તે જરૂરી છે.
અંજાર (કચ્છ) ના જ્ઞાતિજનોએ મનાવ્યો નાગરોત્સવ
નાગર જ્ઞાતિ મંડળ અંજાર દ્વારા તા.૨૦/૬/૨૦૧૦ ના રોજ કચ્છ જિલ્લા સ્તરે નાગરોત્સવ - ૨૦૧૦ ટાઉનહોલ ખાતે યોજાઇ ગયેલ. જ્ઞાતિના યુવા કલાકારોમાં રહેલ કૌશલ્યને બહાર લાવવું એ આ કાર્યક્રમનો ઉદેશ્ય રહેલ. જેની સામે જ્ઞાતિજનો દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડેલ. આ નાગરોત્સવ માં લગ્નગીત, હળવું કંઠ્યસંગીત, લોકવાદ્ય, એકપાત્રીય અભિનય, ચિત્રસ્પર્ધા, શીધ્ર વકૃત્વ સ્પર્ધાનો સમાવેશ કરવામાં આવેલ.
સ્વ. કૈલાશ અંતાણી ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ગજેન્દ્ર ભાઇ અંતાણી, વડીલશ્રી સીરીષભાઇ છાયા, દીપકભાઇ અંતાણી, ભુજ નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઇ મહેતા, પંકજ વૈશ્નવ, નાગર જ્ઞાતિના મંડળના પ્રમુખશ્રી ચિતરંજન છાયાએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ ખુલ્લો મુકેલ.
દિતી છાયા, મીતી છાયા, ભાવી વૈશ્નવે પૂજા નૃત્ય વડે કલાના દર્શન કરાવેલ તો શ્રીમતિ કાજલ છાયાએ હાટકેશ સ્તોત્રની સંગીતમય રજુઆત કરી વાતાવરણ અહલાદક બનાવેલ. સ્વાગત પ્રવર્ચન શ્રી ચિતરંજન છાયાએ કરેલ. બિન્દુલ અંતાણી, કમલેશ ઝાલા, નંદન દેસાઇ વિગેરેએ મહાનુભાવોનું સ્વાગત કરેલ.
વિવિધ સ્પર્ધાઓ જ્ઞાતિજનોએ મોડીરાત સુધી માણેલ. ગજેન્દ્રભાઇ અંતાણી તેમજ જ્ઞાતિજનો દ્વારા આર્થિક સહયોગ સાંપડેલ. વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે સર્વશ્રી પ્રદીપભાઇ જોશી, પ્રકાશ રાવલ, ભરતભાઇ ઠાકર, અનિલભાઇ ગજ્જર, વિનોદ ઓઝા, હાર્દિકા દવે, શ્રુતિબેન ચંદે, મમતા ઠકકરે સેવા આપેલ.
ઇનામ વિતરણ જ્ઞાતિના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુમધુર સંચાલન જ્ઞાતિમંડળના ઉપપ્રમુખશ્રી હર્ષિત વૈશ્નવ, યશ પોટા, જયોર્તિર અંતાણી દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સમૂહ ભોજન બાદ જ્ઞાતિજનો છૂટા પડેલ. અંજાર ઉપરાંત ભુજ, ગાંધીધામ, મુંદરા, રાજકોટ વિગેરે શહેરોમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.